શિક્ષક - વ્યક્તિત્વ ઝલક
આપણે શિક્ષક છીએ , અને શિક્ષક એ વિદ્યાર્થીઓને ઘડે છે , તેમના વ્યક્તિત્વને ઘડે છે , અને આમ કરીને એક શિક્ષક વિદ્યાર્થીના ભવિષ્યને પણ ઘડે છે. હજુ પણ જો વધુ દુરનુ વિચારીએ તો શિક્ષક વિદ્યાર્થીને જ નહિ પણ તેમના બાળકોના ભવિષ્યના ઘડતરમાં પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. જો વિદ્યાર્થીનું ભાવી સારુ હશે , તે પોતે અભ્યાસનું મહત્વ સમજતો હશે તો તે પોતાના બાળકો ને સારી સુવિદ્યાઓ પણ આપી શકશે અને તેમના બાળકોને અભ્યાસ નુ મહત્વ પણ સમજાવી શકશે. તેમના બાળકો જાતે જ અભ્યાસ નુ મહત્વ સમજી જશે. આપણે આવી રીતે અનેક જીવન ને આકાર આપીએ છીએ , એક જ જીવન નહિ , પણ ઘણા બધા જીવન , એ બધા વિદ્યાર્થીઓ કે જે તમારા જીવન દરમિયાન તમારા હાથ નીચેથી જવાના છે . . . અને જયારે આપણે આટલી મહત્વની ફરજ નિભાવવાની છે , તો આપની ફરજ માં આવે છે કે આપણે આપણું બેસ્ટ આપીએ , પણ એક વાત એ પણ છે કે આપણે બેસ્ટ આપવા માટે પહેલા એ જરૂરી છે કે આપણે પોતે બેસ્ટ હોઈએ , અને એટલે આપણે હંમેશા પ્રગતિ કરતા રહીએ , હંમેશા શીખતા રહીએ એ જરૂરી છે. અને એક શિક્ષક તરીકે , પ્રગતિ સમય સાથે નથી કરવાની , પણ સમય કરતા પહેલા કરવાની છે કેમ કે એક શિક્ષક એ બદલાવ ને...